________________________________________________________________________________________________अल्लाह के नाम से शुरू जो निहायत महेरबान रहम वाला / بسم الله الرحمن الرحيم___________________________________________________________________________________________________

शनिवार, 25 मार्च 2017

नियम और अधिनियम

અલ-મુફીદ ફ્રેન્ડસ સોસાયટી
મદની ચોક (માણેક ચોક), સંઘ ની બાજુમાં, છોટા ઉદેપુર,
ગુજરાત - ૩૯૧૧૬૫
ઓફીસ સમય :-સવારે ૧૦ થી ૧, સાંજે ૩ થી ૬

-: Rules and Regulation :-
-: નિયમ અને શરતો :-

અલ-મુફીદ ફ્રેન્ડસ સોસાયટી ની સ્થાપના વગર વ્યાજે
લેવડ -  દેવળ કરી સભાસદો ને તેમના વેપાર કે રોજગાર ને નફો પહોંચે
અને વ્યાજ ના કારોબાર થી મુક્ત થાય તે હેતુથી કરવામાં આવી છે.
--------------------------------------------------------------------
દરેક સભાસદે સોસાયટી માં ફરજીયાત બચત રૂ. ૨૦૦/- દરમાસે
૧ થી ૧૦ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે.
આ ફરજીયાત બચત એડવાન્સ પણ જમા કરી શકાશે.
નિયમિત સભ્ય ને સોસાયટીના મળતા લાભો અને સહાય માં
પ્રાથમિકતા આપવામાં આવશે.
જેમાં કોઈ પણ જાત ની લાગવગ કે ભલામણ ચાલશે નહિ.
--------------------------------------------------------------------
સદર સોસાયટી માં હાલ માં ફક્ત ૧૦૦ સભ્યનું નામ ઉમેરવામાં આવશે.
જે વહેલા તે પહેલા ના ધોરણે થશે આગળ વધુ સભ્યો ઉમેરવા કે નહિ
તેનો નિર્ણય વેબસાઈટ ઉપર જણાવી દેવામાં આવશે
--------------------------------------------------------------------
સભ્ય નું નિયમિત ૩ માસ ખાતું ચાલ્યા પછીજ સંસ્થા ના ફંડ
અને સભ્યની નિયમિતતા અને જરૂરિયાત ના પ્રમાણે
કર્જે હસના (વગર વ્યાજે લોન) આપવામાં આવશે
આ કરજ ફક્ત ચેક દ્રારાજ આપવામાં આવશે
--------------------------------------------------------------------
કરજ નો હફતો દર ૧૦૦૦ રૂપિયા ઉપર ૧૦૦ રૂપિયા માસિક હફતો રહેશે.
એટલે કે ૩૦૦૦ ઉપર રૂપિયા ૩૦૦ અને ૫૦૦૦ ના કરજ ઉપર
રૂપિયા ૫૦૦ માસિક હફતો રહેશે 
(ભવિષ્ય માં આ શરત માં ફેરફાર થઇ શકે છે)
--------------------------------------------------------------------
કરજ ના જે માસિક હફ્તા નક્કી થયા હોય તે દર મહીને
તારીખ ૧ થી ૧૦ સુધી માં જમા કરાવવાના રહેશે.
ત્યાર બાદ લેઇટ ફી દર હફ્તા દીઠ રૂ. ૧૦/- દર માસ ના પ્રમાણે
જમા કરાવવાના રહેશે.
(ભવિષ્ય માં આ શરત માં ફેરફાર થઇ શકે છે)
--------------------------------------------------------------------
કરજ માટે સભ્ય એ ફાઈલ ચાર્જ રૂપિયા ૨૦૦,
પોતાની સહી કરેલ ચેક અને
રૂ.૫૦ ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી નોટરી કરાવી જમા કરવું.
(૧૦ હજાર કે તેથી વધુ લોન ઉપર ફાઈલ ચાર્જ રૂપિયા ૩૦૦ રહેશે,
અને ૫૦ હજાર કે તેથી વધુ લોન ઉપર ફાઈલ ચાર્જ રૂપિયા ૫૦૦ રહેશે)
--------------------------------------------------------------------
કરજ (લોન) સોસાયટી ની ફરજીયાત બચત થી ૫ ગણી આપવામાં આવશે,અને એક લોન લીધા પછી ૧૦ માસ બાદ બીજી લોન આપવામાં આવશે.
(ભવિષ્ય માં આ શરત માં ફેરફાર થઇ શકે છે)
--------------------------------------------------------------------
દરેક સભ્ય ને પોતાના ખાતા ની લેવડ-દેવળ માટે
એક પાસબુક આપવામાં આવશે.
દરેક લેવડ-દેવડ વખતે પાસબુક સાથે લાવવી,
અને તેનું લખાણ જાતે તપાસી ને લઇ જવું.
--------------------------------------------------------------------
૧૦
દરેક સભાસદે સોસાયટી નાં સભ્યો માંથી બે (૨) સભ્યો
પોતાના જામીન તરીકે નક્કી કરવાના રહેશે.
(બન્નેવ જામીન પોતાના ઘર ના કે સીધી લીટી ના ચાલશે નહિ)
બે જામીન માં થી એક પણ જામીન નું નામ બ્લેકલીસ્ટ માં હશે તો કર્જે હસના (લોન) મળશે નહિ.
--------------------------------------------------------------------
૧૧
જે સભ્ય અન્-રેગ્યુલર રહેશે એટલે કે
કરજ ના હફ્તા ભરવામાં કસુરવાર નીકળશે
તો તેને સોસાયટી ના મળતા લાભો માં
નીચે પ્રમાણે ની મુદ્દત સુધી નિલંબિત કરવામાં આવશે
અને તેમના નામ આ વેબસાઈટ ઉપર બ્લેકલીસ્ટ માં મુકી દેવામાં આવશે.
બ્લેકલીસ્ટ ૧ :- જો એક વખત કસુરવાર નીકળશે તો ૩ માસ સુધી
બ્લેકલીસ્ટ :- જો આ ૩ માસ માં બીજી વખત કસુરવાર થશે તો ૬ માસ સુધી,
બ્લેકલીસ્ટ :- અને જો આ ૬ માસ પહેલા ત્રીજી વખત કસુરવાર નીકળશે તો
૧ વર્ષ સુધી બ્લેકલીસ્ટ માં નામ દાખલ કરવામાં આવશે.
* બ્લેકલીસ્ટ માંથી નામ ખેંચવાનો એક જ વિકલ્પ છે.
પૂરી લોન ભરપાઈ કરી દેવી.
અને જે બ્લેકલીસ્ટ માં નામ છે તેટલા મહિના ના એડવાન્સ માં ફરજીયાત બચત જમા કરાવવી.
બ્લેકલીસ્ટ ના નામ જાણવા અહિયાં ક્લિક કરો 
--------------------------------------------------------------------

૧૨
જે સભ્ય લીધેલ કરજ આપેલ મુદ્દત સુધી ભરવામાં અસફળ નીવડશે તો
તેના ઉપર કાયદેસર ની કાનૂની કાર્યવાહી કરવા ની ફરજ બનશે.
અને તેને આપેલ નોટીસ, જામીન ની નોટીસ, અને વકીલ ની ફીસ પણ કરજ સાથે વસુલવામાં આવશે.
--------------------------------------------------------------------
૧૩
વધુ સહાય યોજના એક વર્ષ પછી શરુ કરવામાં આવશે.
જે આ વેબસાઈટ ઉપર જણાવી દેવામાં આવશે.
--------------------------------------------------------------------
૧૪
દરેક સભ્ય ને વિનંતી છે કે આ વેબસાઈટ માસ માં એક વખત જરૂર થી વિજીટ કરે,જો તમારો ઈમેલ હોય તો નીચે જમણી બાજુ ઉપર આપેલ

Subscribe Email માં પોતાનું ઈમેલ આઈડી અપડેટ કરી લેવું,

જેથી સોસાયટી ની જરૂરી સુચના આપ જાણી શકો.
--------------------------------------------------------------------

સોસાયટી માંથી નામ કમી કરવા માંગતા સભ્ય ને વિનંતી છે કે એક માસ અગાઉ લેખિત માં અરજી આપે. 
(નોટ:- જામીન ની લોન  ચાલુ હોય 
તેવા સંજોગો માં નામ કમી થઇ શકશે નહિ)
--------------------------------------------------------------------
નક્કી કરેલી શરતો માં સંજોગોવસાત ફેરફાર થાય તો
તે સોસાયટી ના તમામ સભાસદ ને મંજુર રાખવાનું રહેશે
--------------------------------------------------------------------

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

.